SURENDRANAGARWADHAWAN

વઢવાણ પીરવડલા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો કરતા ચાર ઈસમો ઝડપાયા.

તા.16/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જુગારીઓને રોકડ રૂ.11,700 તથા મોબાઇલ ફોન નંગ 4 કિ.રૂ.16,000 એમ મળીને કુલ કિ.રૂ.27,700 ના મુદ્દામાલ જપ્ત કરતી વઢવાણ પોલીસ

વઢવાણ પીએસઆઇ ડી ડી ચુડાસમાની સુચના મુજબ પો.હે.કો. રવિન્દ્રસિંહ જેમુભા, બળવંતસિંહ લઘુભા, કરણસિંહ, ઇન્દ્રજીતસિંહ, વુ.પો.કો અસ્મિતાબેન સહિત સમગ્ર સર્વેલન્સ સ્ટાફ સાથે વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી જુગારની બાતમી મળતા મુસ્તાકભાઈ મહમ્મદભાઈ ઠાસરીયા પીર વડલા સોસાયટી રાજમહેલ પાછળ વાળો પોતાના રેણાક મકાનના રૂમમાં માણસો બોલાવી ગુડદી પાછા વડે જુગાર રમી રમાડે છે તે બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જુગાર અંગે રેડ કરતા આરોપી, મુસ્તાકભાઈ મહમ્મદભાઈ ઠાસરીયા મુ માન ઉ.40 પીર વડલા સોસાયટી રાજમહેલ પાછળ વઢવાણ, હનીફ ઉર્ફે ડોધી મહમ્મદભાઈ ઠાસરીયા મુ માન ઉ.36 પીર વડલા સોસાયટી રાજમહેલ પાછળ વઢવાણ, સોહીલ સિરાજભાઈ વંથલા મુ માન ઉ.26 ખારવા રોડ પોલીસ લાઈન સામે વઢવાણ, સિરાજભાઈ સતારભાઈ વંથલા મુ માન ઉ.46 ખારવા રોડ પોલીસ લાઈન સામે વઢવાણ વાળાઓને રોકડ રૂ.11,700 તથા મોબાઇલ ફોન નંગ 4 કિ.રૂ.16,000 એમ કુલ મળીને કિ.રૂ.27,700 મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ આરોપી અખ્તર સમીરભાઈ જરગેલા મુ માન પીર વડલા સોસાયટી વઢવાણ, ઈશાક ઉર્ફે ઈશો લંગો અબુભાઈ મુ માન પીર વડલા સોસાયટી વઢવાણ, હકો હુસેનભાઇ મુ માન રામ દરબાર સોસાયટી વઢવાણ, રૂસ્તમ અલીભાઈ મુ માન રાવળ વાસ વઢવાણ વાળોઓ ફરાર થઈ ગયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!