DAHODGUJARAT

ગંદકીના કારણે બન્યો દાહોદ બસ સ્ટેન્ડ બન્યો મચ્છરો સહિત અન્ય જીવ જતુંઓનો અડ્ડો દાહોદ સ્માર્ટ સીટીના નામે આપેલ વેપારીઓનું બલિદાન વ્યર્થ 

તા.૨૧.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગંદકીના કારણે બન્યો દાહોદ બસ સ્ટેન્ડ બન્યો મચ્છરો સહિત અન્ય જીવ જતુંઓનો અડ્ડો દાહોદ સ્માર્ટ સીટીના નામે આપેલ વેપારીઓનું બલિદાન વ્યર્થ

દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરમાં ધીમી ગતિએ હાલ કામગીરી ચાલી રહી છે.જેમાં દાહોદ શહેરના મુખ્ય માર્ગો બનાવી દેવામાં દાહોદ નગર વાસિયોંને થોડી રાહત મળી છે.પણ તે ડામરના રસ્તાઓની કેટલી લાઈફ છે એ જોવાનું રહ્યું.હાલ મુખ્ય વાત દાહોદ બસ ડેપોની કરીયેતો દાહોદ બસ સ્ટેન્ડ દિવસની લાખ્ખોની કમાણી કરતો બસ સ્ટેન્ડ છે.જ્યાં રાજસ્થાન.મધ્ય પ્રદેશ.તેમજ ગુજરાત માંથી હજ્જારો લાખ્ખોની સંખ્યામાં મુસાફરો અવર જવર કરતા હોય છે.જયારે અન્ય રાજ્યો માંથી આવતા મુસાફરો જયારે દાહોદ સ્માર્ટ સીટીનો દાહોદ બસ સ્ટેન્ડમાં ઉતરે છે.ત્યારે મુસાફરોમાં હાસ્ય જોવા મળેલ છે.અને વિચારે છે આપણે કોઈ ગામળા માતો નહીં આવી ગયા.સ્માર્ટ સિટીના નામે દાહોદ નગર વાસિયોને મોટા મોટા સપના બતાળવામાં આવ્યા હતા.તે હાલ સુંઘી સુન્ય છે.સ્માર્ટ રોડ બનાવતા પહેલા આજથી થોડા સમય અગાવ કરોડોના ખર્ચે બનાવેલ દાહોદ બસ સ્ટેન્ડમાં રીનોવેશન કરાવવામાં આવે અથવા રાત્રી દરમિયાન તેમજ દિવસ દરમિયાન ફરવા આવતા દાહોદ નગર વાસિયોં જે તે જગ્યા પર પેસાબ કરવા ઉભા રહી જતા તે જગ્યાને તોડી અને તે જગ્યાને ખુલ્લી કરવામાં આવે અથવા ગંદકી કરતા કોઈ પણ ઇસમોં સામે દંડકીય કાર્યવાહી કરી એ જગ્યાની સાફ સફાઈ કરાવવામાં આવે જેથી તેમને સબક મળે એવી માંગં દાહોદના જાગૃત ઈસમો દ્વારા કરવામાં આવી છે.અને સાથે સાથે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દાહોદ બસ સ્ટેન્ડની મુલાકાત લે જેથી કરીને જે હાલ દાહોદ બસ સ્ટેન્ડની જે ખરાબ છાપ પડી છે.જેથી તેમાં સુધાર આવે.અનેકો વાર વારંવાર દાહોદ શહેરના જાગૃત પત્રકારો દ્વારા દાહોદ બસ સ્ટેન્ડના મેનેજરથી મળી દાહોદ બસ સ્ટેન્ડમાં સુધારો લાવવાં રજુઆત કરી પણ હાલ સુઘી કોઈ કામગીરી ન કરી હાજર દાહોદ બસ ડેપોના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.જેથી એ સ્પષ્ટ જોવાઈ રહ્યું છે.કે દાહોદ સ્માર્ટ સીટી બનાવવાં માટે દાહોદ નગરના વેપારીઓએ જે બલિદાન આપ્યું છે.એ બલિદાન વેપારીઓનું વર્થ ગયું હોવાનું દાહોદ બસ સ્ટેન્ડ ની હાલત જોઈ જોવાઈ રહ્યું છે.જેથી જિલ્લા કલેકટર દાહોદ બસ સ્ટેન્ડની મુલાકાત લે અને દાહોદ બસ ડેપોની દૂરદર્શા જોઈ વધુથી વધુ ધ્યાન દોરે એવી માંગ ઉઠવા પામી છે

Back to top button
error: Content is protected !!