
તા.૦૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:
ગરબાડા તાલુકાના ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના નલવાઈ ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા આરોગ્ય અધીકારી ડો.અવિનાશ ડામોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન ટીબીના જોખમ ધરાવતા કુલ 175 લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.એક્સ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવતા લાભાર્થીઓની NAAT તપાસ કરાશે અને જરૂર જણાય ત્યાંથી સારવાર શરૂ કરવામાં આવશે.એક્સ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY TB ટેસ્ટ કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે લોકોને અપીલ કરી કે ટીબીના લક્ષણો ધરાવતા અથવા જોખમવાળા દરેક વ્યક્તિએ તપાસ કરાવી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા સહયોગ આપવો જોઈએ



