ફૈઝ ખત્રી…. શિનોર
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકાના ટીંબરવા થી બાણજ ગામ વચે નર્મદા નિગમ ની કેનાલ પાસે વિરપ્પન માફિયા ખુલ્લે આમ રોડ ઉપર દેશી બાવળ ના વૃક્ષ નું કટિંગ કરી તંત્ર ને ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ જોવા મળ્યા છે.
હજી તો દીવેર ગામે પંદર વૃક્ષો ની પરવાનગી ને બદલે ઇજારદાર દ્વારા 32 ઉપરાંત લીલા વૃક્ષોનું કટીંગ કરતા દિવેર ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હજુ તો ગામની શાહી સુકાઈ નથી ત્યારે ટિમ્બરવા બાણજ વચે વિરપ્પનો દ્વારા નર્મદાની નિગમની કેનાલ પાસે ખુલ્લેઆમ દેશી બાવળ નું કટીંગ કરતા વન વિભાગ ઊંઘતું ઝડપાયું હતું..
જ્યારે દેશ ના પ્રધાન મંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવા ની વાત કરતા હોય ત્યારે બાણજ ગામ પાસે દેશી બાવળ ના મહાકાય વૃક્ષો નું ઘેર કાયદેસર કટીંગ કરતા વિરપ્પન માફિયા ઓ કોના આશીર્વાદ થી ખુલ્લે આમ કટીંગ કરે છે ? એ એક પ્રશ્ન લોક ચર્ચા નો વિષય બન્યો છે…
શું ? નર્મદા નિગમ તેમજ લાગતા વળગતા અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય આમ લોકમાં ચર્ચાઈ રહ્યું છે ?
આમ શિનોર તાલુકામાં ઘણી જગ્યાઓ એ વિરપ્પનો દ્વારા મોટા પ્રમાણ માં વૃક્ષો કટીંગ કરી સગેવગે કરતા હોવાનું બહાર આવ્યું છે..
તંત્ર આવા વિરપ્પનો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે…