ARAVALLIGUJARATMODASA

ગુજરાત રાજ્યમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના પ્રયાસથી શરૂ થયેલ “ઉજાસ એક આશાની કિરણ” પહેલ હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રથમ સમાધાન.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ગુજરાત રાજ્યમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના પ્રયાસથી શરૂ થયેલ “ઉજાસ એક આશાની કિરણ” પહેલ હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રથમ સમાધાન.

નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ દ્વારા લગ્ન જીવન અંગેની તકરારોના સમાધાન માટે કાયમી પ્રિ-લિટીગેશન વૈવાહીક સંબંધોની લોક અદાલતો દરેક જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ કાર્યરત છે જે “ઉજાસ એક આશાની કિરણ” નામથી કાર્ય કરે છે. જેમાં વૈવાહિક તકરારોનું નિવારણ લોક અદાલત દ્વારા કરવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં પતિ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા ગયેલ મહિલાનો કેસ તેઓની સંમતિથી “ઉજાસ એક આશાની કિરણ” જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લીને રીફર કરતા ચેરમેન  એ.એન.અંજારીયા સાહેબ ના પ્રોત્સાહિત માર્ગદર્શન હેઠળ તેમજ રચાયેલ પેનલ દ્વારા સમાજાવટથી વૈવાહિક તકરારનું સુખદ સમાધાન થયેલ અને પોલીસ કેસ તથા કોર્ટ કેસ થતા અટકેલ છે. આ પ્રક્રિયાનો લાભ તદ્દન મફત મળે છે. આ પ્રક્રિયા સરળ અને ઝડપી છે જેમાં બન્ને પક્ષોની હકીકતો ગોપનીય રહે છે તેમજ અનુભવી જજ તથા મિડીએટરની પેનલ દ્વારા સમાધાનના પ્રયત્નો થાય છે. દરેક પોલીસ સ્ટેશન, અભયમ વિગેરે જેવી સંસ્થાઓ અહીં કેસ રીફર કરી શકે છે તેમજ પક્ષકાર જાતે પણ ફરીયાદ કરી શકે છે.

પ્રિ-લિટીગેશન લોક અદાલતનો લાભ લેવા નીચે મુજબ સંપર્ક કરશો.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત સંકુલ, શામળાજી રોડ, મોડાસા, જિ.અરવલ્લી.ફોન નં. ૦૨૭૭૪-૨૫૦૦૯૭, E-mail- dlsaarvalli@gmail.com તાલુકા કક્ષાએ તાલુકા કોર્ટમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરી શકશો.

 

Back to top button
error: Content is protected !!