GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) :માળીયા(તા.) ના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

 

MALIYA (Miyana) :માળીયા(તા.) ના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

 

 

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાંપા પાસે દૂધ મંડળીની પાસે રહેતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડાજાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.


માળીયા (મીં) પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાંપા પાસે દૂધ મંડળીની પાસે રહેતા આરોપી રાઘવજીભાઈ હરજીભાઈ વિડાજા પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમી રમાડતા હોય જે સાત ઈસમો રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા ઉં.વ.૬૦, જયેશભાઈ જીવરાજભાઈ વિડજા ઉં.વ.૪૬, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા ઉં.વ.૪૮, વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા ઉ.વ.૩૪, મહેશભાઈ મગનભાઈ વિડજા ઉં.વ.૫૦, તળશીભાઈ સવજીભાઈ ગઢીયા ઉં.વ.૬૮, રહે. બધા જુના ઘાંટીલા ગામ તા-માળીયા મીં.વાળાને રોકડ રૂ. ૪૬૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!