BHARUCHGUJARATJAMBUSAR

જંબુસર તાલુકામાં લગ્નસરાની મોસમ પૂર્ણ થતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા.

જંબુસર  તાલુકામાં લગ્નસરાની મોસમ પૂર્ણ થતા ધરતીપુત્રો ખેતીકામની સફાઈમાં જોતરાઈ ગયા છે. જંબુસર તાલુકો કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હોય જેથી ખેતી આજીવિકા માટેનું મહત્વનું પરિબળ છે. તેમાંય તાલુકા ની ખેતી વરસાદ પર આધારિત છે. અને ચોમાસામાં લેવામાં આવતાં ખરીફ પાક પર વધુ આધાર જોવા મળે છે. અત્યારે વરસાદના દિવસો નજીક આવી રહ્યા છે અને ગરમીનું પ્રમાણ પણ વધુ હોવા છતાં ખેડૂતો અને શ્રમિક વર્ગ ખેતરોમાં જઈ શેઢાપાળી અને વાડની સાફ-સફાઈ કરી રહ્યા છે સાથે ખેતરોમાંથી નકામો ઘાસચારો અને બોંટવો કાઢવાનું કામ, પ્લાવ મારવાનું કામ , ચાસ પાડવાનું કામ , કાંસ સફાઈનું કામ પણ ખેડૂતો કરી રહ્યાં છે. અનાજના વધુ ઉત્પાદન માટે છાણીયું તેમજ રાસાયણિક ખાતરો નાખવાનું કામ અને ખેતરોમાં નકામો ઘાસચારો ન ઉગે તે માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે સાથે સુધારેલા બિયારણો ઢેફી રહ્યા છે.

આદિ પુરાણ સમયમાં બળદ આધારીત ખેતી થતી હતી તેમાં ધીમી ગતિ અને ઓછા ઉત્પાદનો કિસાનોને અભિપ્રેત હતા. પરંતુ બદલાતા કાળના પ્રવાહમાં અને વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ સાથે યાંત્રિકીકરણનો પ્રભાવ વધતા હવે તાલુકામાં ટ્રેક્ટર ની સંખ્યા ઉત્તરોત્તર વધતા હવે મૂંગા અબોલ પશુ બળદોના કાંધેથી ધૂંસળી ઉતરી ગઈ છે. સખત મજૂરી કરતા બળદોને હવે મુક્તિ અપાઇ છે તેની જગ્યાએ ટ્રેક્ટર, કલ્ટી કે રોટાવેટર થી ઝડપ વધુ તેમજ સારું કામ થાય છે. તાલુકામાં હવે બળદો ની સંખ્યા નહિવત છે. ખેતરે ખેતરે ટ્રેક્ટર જોવા મળી રહ્યા છે. આખા વર્ષના રોટલા કાઢવા માટે કાવલી પંથક, બારા વિભાગ, હવેલી ટપ્પા તેમજ કાવી પંથકનાં ખેડૂતો ખેતી સફાઈના કામે લાગી ગયા છે.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Back to top button
error: Content is protected !!