જંબુસર બુસર પોલીસ પરિવાર ધ્વારા નવનિર્મિત હનુમાનજી ની મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉલ્લાસ તથા ભક્તિ ભાવ પૂર્વક યોજાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નગર સ્થિત પોલીસ લાઈન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી તથા જંબુસર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી
પાણમિયા ના માર્ગદર્શન હેઠળ ભવ્ય હનુમાનજી ના મંદિર નુ નિર્માણ કરવામા આવ્યુ હતુ.મંદિર ના નિર્માણ મા જંબુસર પોલીસ મથક નો સ્ટાફે ઉમંગ ભેર કરેલ કામગીરી ના પગલે નિર્માણ પામેલ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ યોજાઈ હતી.પ્રાણ પ્રતિષ્ઠા ને અનુલક્ષી ને ગતરોજ સાંજ ના પોલીસ મથકે થી વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી.પાણમિયા તથા પોલીસ સ્ટાફ તથા પરિવાર ની ઉપસ્થિતિ મા શોભાયાત્રા નીકળી હતી.ડીજે ના તાલે નીકળેલ શોભાયાત્રા નગર ના મુખ્ય માર્ગ ઉપર થઈ ને પોલીસ લાઈન પહોંચી હતી. જ્યાં આજરોજ નવ નિર્મિત મંદિર ખાતે હનુમાનજી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા વિધી વિદ્વાન ભુદેવ ની ઉપસ્થિતિ મા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી.પાણમિયા તથા પોલીસ સ્ટાફે પરિવારજનો સાથે કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધી સંપન્ન થયા બાદ મહાપ્રસાદી નુ આયોજન પોલીસ પરિવાર ધ્વારા કરવામા આવ્યુ હતુ.તેમજ રાત્રી ના પોલીસ લાઈન ખાતે લોકડાયરા નુ આયોજન પોલીસ પરિવાર ધ્વારા કરવા મા આવ્યુ હતુ જેમા પોલીસ સ્ટાફ તથા પરિવારજનો એ ઉત્સાહભેર ભાગ લઈ ભક્તિ ના રંગે રંગાઈ ગયા હતા.પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ મા જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા,તાલુકાપંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, ભાજપ જીલ્લા કિસાન સંઘ અગ્રણી કુલદીપસિંહ યાદવ સહિત નગર તથા તાલુકા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 






