GUJARAT

જામનગરમાં રાષ્ટ્રીય યુવા દિને જોબફેર

જામનગરમાં રાષ્ટ્રીય યુવા દિને જોબફેર

જામનગર (નયના દવે)

”રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે ગત તા.12 જાન્યુઆરીના રોજ મદદનીશ નિયામકશ્રી (રોજગાર) ની કચેરી, જામનગર ખાતે દરેક યુવાનને રોજગાર મળે તેવા ઉમદા ધ્યેય સાથે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆતમાં પ્રાદેશિક કચેરી (રોજગાર) રાજકોટના નાયબ નિયામક (રોજગાર) સુશ્રી ચેતનાબેન મારડિયાએ રોજગારીની તકો, રોજગાર કચેરીની કામગીરી વિષે ઉમેદવારો અને નોકરીદાતાઓને પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ પ્લેસમેન્ટ ઓફિસરશ્રી દ્વારા સ્વરોજગાર, રોજગાર રજીસ્ટ્રેશન, અનુબંધમ પોર્ટલ વિષે તેમજ જોબફેરની વિવિધ વેકેન્સી વિષે માહિતી આપવામાં આવી હતી. વિવિધ નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની પ્રાથમિક માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ જોબફેરમાં 7 જેટલા ખાનગી એકમોના નોકરીદાતાશ્રીઓ દ્વારા હાજર 124 જેટલા ઉમેદવારોનું સ્થળ પર જ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં જોબફેરના અંતે 68 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ ઓફિસર શ્રી વિરેન્દ્રસિંહ વાઢેરે કર્યું હતું. કાર્યક્રમના અંતે જુનિયર રોજગાર અધિકારી શ્રી કું.ભારતીબેન ગોજીયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરના મદદનીશ નિયામકશ્રી(રોજગાર) કું. સરોજબેન સાંડપા, જામનગર જિલ્લા રોજગાર કચેરીનો સમગ્ર સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરીના તમામ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. તેમ મદદનીશ નિયામકશ્રી (રોજગાર) ની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
@_______
BGB
gov.accre.Journalist
jmr
8758659878

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!