
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ જૂન : નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા લાલન કોલેજ ભુજના સંયુક્ત ઉપક્ર્મે તા. ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૦/૦૬/૨૫ના લાલન કોલેજ ઓડીટોરીયમ ખાતે સવારે ૮ થી ૯ કલાક સુધી વૈદ્ય પંચકર્મ વર્ગ – ૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજના માર્ગદર્શન હેઠળ યોગ શિબીરનું આયોજન કરવામા આવ્યુ છે. આ સાથે સવારે ૯ થી ૧ કલાક સુધી આયુર્વેદિક/ હોમિયોપેથી મફત નિદાન સારવાર કેમ્પ પણ યોજાશે. કેમ્પમાં સિઝનલ ફ્લુ તેમજ કોરાના સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિ વર્ધક “અમૃત પેય ઉકાળો” પીવડાવવામાં આવશે. તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧,સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજની અખબાર યાદીમાં જણાવાયું છે.


