DANGGUJARATWAGHAI

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ઘોડી ગામના ખેતરમાંથી ૮૦ હજારના સોલાર પ્લેટની ચોરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

વઘઈ તાલુકાના ઘોડી ગામમાંથી ખેતરમાંથી ૮૦ હજારના સોલાર પ્લેટની ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.વઘઈના ઘોડી ગામના મંગળ લાહનુ પવારના સસરાના નામે કુંભીના માળીના ખેતરના ખાતા ના નં.૧૧૦ સર્વે નં.૧૮૨ મા વર્ષ ૨૦૨૧-૨૦૨૨ વર્ષમા પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ યોજના હેઠળ સરકાર દ્વારા સિંચાઇ માટેનો કુવો તથા સોલાર બનાવેલ જેમા સોલાર પ્લેટો કુવાની બાજુમા લોખંડના સ્ટેન્ડ સાથે ફિટ કરેલ હતી.ત્યારે તે લોખંડના સ્ટેન્ડ ઉપરથી સોલાર પ્લેટો નંગ ૧૦ ની કિ.રૂ.૮૦,૦૦૦/- ની ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.વઘઈ પોલીસે ચોરીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!