GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો – ૭૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો – ૭૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા

મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  નેહાકુમારીના હસ્તે ‘રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મહીસાગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી ટર્નઆઉટ ઇમ્પ્લેમેન્શન પ્લાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર મહીસાગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી જિલ્લા સેવા સદન સુધી ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  નેહાકુમારીના હસ્તે ‘રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઈ હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર  સી વી લટા, મદદનીશ ચુંટણી અધિકારી આનંદ પાટીલ,પ્રોબેશનલ આઈ એ એસ સુ મહેંક જૈન, ડીવાયએસપી  પી. એસ. વળવી,  જે. જી. ચાવડા,  કે. બી.વસાવા સહિત જિલ્લાના વિવિધ શાખા અઘિકારી  ઓની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘રન ફોર વોટ’માં અંદાજિત ૭૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકોએ જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ કોટેજ ચાર રસ્તા, લૂણેશ્વર પોલીસ ચોકી થઈ જિલ્લા સેવા સદન પહોંચી હતી.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોએ ‘રન ફોર વોટ’ અંતર્ગત દોડ લગાવીને મતદાન જાગૃતિ પ્રસરાવી હતી. સરકારી અધિકારી-કર્મચારીઓ પણ મતદાન જાગૃતિ અર્થે દોડ લગાવી હતી અને જિલ્લાના સૌ નાગરિકોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત આગામી તા. ૭મી મેએ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!