વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા-ગલકુંડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર શીવઘાટથી દેવીનામાળ ફાટક સુધીનો માર્ગ તૂટી જતા હાલ ચોમાસાની શરૂઆતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાઇવે ઓથોરિટીએ મરામતની કામગીરી હાથ ધરતા સરકારી નાણાનો દુરૂપયોગ થતો હોવાનું જણાય રહ્યુ છે..મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક અહવાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે આહવાથી દેવીનામાળ ફાટક સુધીનો 10 કિમીનો માર્ગ ઠેરઠેર ઉખડી તૂટી જતા બિસમાર બન્યો હતો,આ માર્ગને દુરસ્ત કરવા શિયાળો અને ઉનાળો પૂર્ણ થઈ ગયા બાદ હાલ ચોમાસાની શરૂઆત થઈ હોય તેવા સમયે મુહર્ત નીકળતા માર્ગ ફરી બિસમાર બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.સાપુતારાથી આહવાને જોડતો મહત્વનો માર્ગ હોય ઉનાળાની ગરમીથી અમુક ભાગ પીગળી જતા માર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે , જેને સમયસર મરામત કરવાના બદલે હાઇવે ઓથોરિટી દ્વારા વરસાદ પડ્યા બાદ ડામર કામ શરૂ કરાવતા આશ્ચર્ય ફેલાયું છે,કારણકે માર્ગમાં વરસાદી પાણી પચી ગયા બાદ ડામર કામ થતું ન હોવા છતા હાઇવે ઓથોરિટીએ માર્ગ મરામતની કામગીરી હાથ ધરતા સરકારી નાણા પાણીમાં જવાની શક્યતા નકારી સકાતી નથી.ત્યારે હાઇવે ઓથોરિટીએ રાંડ્યા બાદ ડહાપણ કરી વરસાદ બાદ ડામર કામ શરૂ કરતાં કેટલો સફળ નીવડે છે તે જોવુ રહ્યુ..