DANGGUJARAT

ડાંગ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ગેરકાયદેસર વિમલ પાન મસાલા 9.22 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપી પાડ્યા..

ડાંગ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ગેરકાયદેસર વિમલ પાન મસાલા 9.22 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપી પાડ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે કારમાં લઈ જવાતા ગેરકાયદેસર વિમલ પાન મસાલા સાથે બે ને ઝડપી પાડ્યા કુલ 9.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો…

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોરઝીરા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે કારમાં લઈ જવાતા વિમલ પાન મસાલાનાં જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ વિમલ પાન મસાલાના જથ્થા સહિત 9.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લા એલસીબી ટિમનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહિન્દ્રા XUV 500 રજી. નં.MH.01-88-9096 માં ગેરકાયદેસર પાસ પરમીટ વગરની વિમલ ગુટખાની બોરીઓ ભરેલ છે.અને હાલમાં ફોરવ્હીલ ગાડી નાંદનપેડા ગામથી પસાર થઇ મહારાષ્ટ્રમાં જનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ આહવાના  મોરઝીરા ફોરેસ્ટ નાકા ઉપર વોચ ગોઠવી હતી.અને નાકાબંધી કરી હતી.તે  દરમ્યાન મહિન્દ્રા XUV 500 નં.MH.01-BB-9096 આવતા પોલીસે તેમા તપાસ કરી હતી. ત્યારે કારમાંથી વિમલ પાન મસાલાની કંતાનની બોરીઓ મલી આવી હતી. જે બાદ પોલીસે કાર ચાલક (1) સુભાષભાઇ બાબુરાવાભાઇ હૈબાળે, ( ઉ.વ.59, રહે.વખારી પિંપળગાંવ, તા.દેવળા, જિ.નાશીક મહારાષ્ટ્ર) તથા કંડકટર (2) સદામભાઇ જુમ્માભાઇ વાની (ઉ.વ.32, ધંધો.મજુરી, રહે. નાંદનપેડાગામ, તા.આહવા, જિ.ડાંગ)ની અટકાયત કરી હતી.તેમજ ફોરવ્હીલ ગાડીમાંથી વિમલ પાન મસાલાની કંતાનની બોરી નંગ- 17 તથા ફોર વ્હીલ કાર એમ મળી કુલ કિંમત રૂપિયા 9,22,024/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં એલ.સી.બી.પી.એસ.આઈ કે.જે.નિરંજનની ટીમે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!