AHAVADANGGUJARAT

ડાંગ LCB ની ટીમે બે વર્ષથી પોલીસને ચકમો આપતા આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ-આહવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતેથી ફિલ્મી ઢબે વેશપલટો કરી ઝડપી પાડવામાં આવ્યો છે.સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળના ગુનામાં  છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી અજય બાલુભાઇ મોહિતે (રહે. ઉંદરી, બુલઢાણા, મહારાષ્ટ્ર) પોલીસની ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. આ આરોપી હાલમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો.જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCB PSI જે.જી.અનડકટ અને તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી તેના વતન આવવાનો છે. અને પોપટી કલરનું ટી-શર્ટ પહેરી પોતાના ભાઈની સારવાર માટે બુલઢાણાની એક હોસ્પિટલમાં જવાનો છે.આ બાતમીના આધારે પોલીસે કોઈને શંકા ન જાય તે માટે બુલઢાણાના મુખ્ય બજારમાં મહારાષ્ટ્રીયન પહેરવેશ ધારણ કરી વેશપલટો કર્યો.અને હોસ્પિટલની બહાર વોચ ગોઠવી આરોપીને ઓળખી કાઢ્યો.ભીડ એકઠી થતા આરોપીને કોર્ડન કરી સિફતપૂર્વક ગાડીમાં બેસાડી નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.આ ગુનામાં કુલ ચાર આરોપીઓ સામેલ હતા જેઓ સાપુતારા ખાતે દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડાયા હતા. તે સમયે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અગાઉ પકડાયેલ આરોપીઓમાં રોહીદાસ રંગનાથ ચવ્હાણ: જેની ધરપકડ કરવામાં આવી હતી. અમોલ બાબુરાવ ખોતકર કે જે  જે રીઢો ગુનેગાર હતો અને ૧૨ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હતો. તે ૨૭-૦૫-૨૦૨૫ ના રોજ મહારાષ્ટ્ર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.ત્યારે પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!