BANASKANTHAGUJARATKANKREJ

થરા નગરના જાગોસર તળાવનો પૌરાણિક ઈતિહાસ…

સંશોધન લેખન: દીપકભાઈ નારણભાઈ જોષી, થરા ની કલમે (લોકસાહિત્યકાર)

થરા નગરના જાગોસર તળાવનો પૌરાણિક ઈતિહાસ…

સંશોધન લેખન:
દીપકભાઈ નારણભાઈ જોષી, થરા ની કલમે (લોકસાહિત્યકાર)

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક ગામ થરાની પાવન ધરતી પર આવેલું જાગોસર તળાવ માત્ર જળાશય નથી,પરંતુ ગામની આસ્થા,શૌર્ય,ત્યાગ અને લોક સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. સદીઓથી આ તળાવ થરાના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર રહ્યું છે.લોકવાયકા અનુસાર ભરવાડ આહીર સમાજના આગેવાનોના નેતૃત્વ માં સાત સતિયાઓએ સનાતન ધર્મ અને ગામની રક્ષા માટે અદભુત બલિદાન આપ્યું હતું. આ સાત સતિયાઓમાં જહરીયો, કલો,મેવાડો,જગો, સિંધવો,દુબળો અને ગોહીલએમ સાત સતિયા ભેળા મળી સંવત ૧૩૬૫ ની સલમા ગળવામાં આવેલ આ તળવમાં જગા ભરવાડે પોતાની સિદ્ધિઓ દ્વારા તેમાં પાણી ભરેલું ત્યારે જગા ભરવાડ ના નામને અમર કરવા તળાવનું નામ જાગોસર તળાવ રાખવામાં આવ્યું હોવાનું લોક ઈતિહાસમાં વર્ણવાયુ છે. કહેવાય છે કે દિલ્લી ના શાસક કુતુબુદ્દીનના અત્યાચાર સામે ગામની અસ્મિતા અને ધર્મની રક્ષા માટે થરાના વીરોએ અદમ્ય પરાક્રમ દર્શાવ્યો હતો.આ શૌર્યગાથા આજે પણ લોકકથાઓ અને લોકગીતોમાં જીવંત છે.જગો નામના સતિયાએ પોતાની સિદ્ધિ અને લોકસેવાના ભાવથી વિશાળ તળાવ ખોદાવી પાણી ની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો.તેના નામ પરથી જ આ તળાવ “જાગોસર તળાવ” તરીકે ઓળખાયું હોવાનું માનવામાં આવે છે.વર્ષો સુધી આ તળાવે ગામના અઢારેય વર્ણ ને પીવાના પાણી અને કૃષિ માટે જીવનદાયી સહારો આપ્યો હતો.આ તળાવ અંગે લોકમુખે પ્રચલિત દુહો આજે પણ સાંભળવા મળે છે:”જગા જાગોસર ગાળીયું હતું ખાલી હજુર અનગણ પાણી આવિયાં ને ભરાયું ભરપૂર. “જાગોસર તળાવ ગામના ગૌરવ,એકતા અને સાંસ્કૃતિક વારસાનું અવિનાશી પ્રતીક બનીને પથરાયું છે.જાગોસર તળાવ માત્ર પાણી નો સ્ત્રોત નથી, પરંતુ થરાની ધીંગી ધરા,શૌર્યગાથા,આસ્થા અને લોકવારસાનો જીવંત ઈતિહાસ છે.આ ઐતિહાસિક જાગોસર તળાવને થરા નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા નગર પાલિકાને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જેમાંથી તળાવની બાજુમાં ગાર્ડન અને અમ્યુઝમેન્ટ પાર્ક માટે (બગીચો) નું બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બનાસબેંક ના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,થરા સ્ટેટ માજીરાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રમુખ ચેતનાબેન સોની, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, ચીફ ઓફિસર બાબુભાઇ જોષી ના વરદ હસ્તે શાસ્ત્રી રાઘવેન્દ્ર જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી મંત્રોચ્ચાર સાથે ૨૯ મી એપ્રિલ ૨૦૨૫ ના ખાત મુહૂર્ત કરવામાં આવેલ. ત્યારે નવો રૂપરંગ આપી સુંદર રીતે ડેવલોપ કરી એક પર્યટન સ્થળ બનાવવામા આવ્યું છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!