NARMADA

દેડિયાપાડાના કોયલીવાવ અને સિંગલવાણ હાઇવે પર શોર્ટ સર્કિટથી ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં સૂકા મરચાં ભરેલી બોરીઓ બળીને ખાખ

દેડિયાપાડાના કોયલીવાવ અને સિંગલવાણ હાઇવે પર શોર્ટ સર્કિટથી ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં સૂકા મરચાં ભરેલી બોરીઓ બળીને ખાખ

 

તાહિર મેમણ : દેડિયાપાડાના કોયલીવાવ અને સિંગલવાણ હાઇવે પર મરચા ભરેલી ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ટ્રકમાં સુખા મરચાં ભરેલી બોરીઓ બળીને રાખ થઇ ગયા હતા. જો કે આ બનાવમાં ડ્રાઇવર ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

 

પ્રાપ્ત થતી માહિતી મુજબ દેડિયાપાડાથી નેત્રંગ વચ્ચે કોયલી વાવથી સિંગલવાણ ગામોની વચ્ચે હાઇવે ઉપર ગતરાત્રે તા. ૨ ના રોજ રાત્રે ૧ થી ૨ વાગ્યાના સુમારે ટ્રકનો ડ્રાઈવર દિનેશ હસુભાઈ બાવળિયા (રહે. પ્રાથમિક શાળાની બાજુમાં તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર ) પોતાના કબજાની ટ્રક નં. જી.જે.૦૩ બી. યુ. ૨૩૭૯ ને આકસ્મિક શોર્ટ્સ સર્કિટ થી આગ લાગી હતી. જેમાં ટ્રક અને તેમાં ભરેલા સુકાં મરચાંની બોરી નંગ.૪૩૦ ગુણ કિંમત રૂપિયા ૧૨,૪૨,૦૦૦ તથા ટ્રકની કિંમત રૂપિયા ૧૨,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ

કિંમત રૂપિયા ૨૪,૪૨,૦૦૦ નો મુદ્દામાલ આગમાં બળીને ભસ્મ થઈ ગયો હતો. ટ્રકનો ડ્રાઈવર અને કિલિનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકના ડ્રાઈવર દિનેશ હસુભાઈ બાવળિયાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!