
તા.૨૧.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદના ઇન્ડિયન રેડાક્રોસ સોસાયટી ખાતે ઇન્કમટેક્સ વિભાગ દાહોદ, CA/ITP એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આવકવેરા ખાતાના વડા સતીશ શર્મા, પ્રમુખ મુખ્ય આયકર આયુક્ત (Pr. CCIT, Ahmedabad) ના વડપણ હેઠળ, બરોડાના પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમ ટેક્સ ભાવના સી. યશરોયની આગેવાની હેઠળ, વડોદરા રેન્જ-2(1) ના જ્વૉઇન્ટ કમિશનર સી. ધરણીનાથ સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો.
આ રક્તદાન શિબિરમાં દાહોદના ITP/CA એસોસિએશનના હોદ્દેદારોએ આવકવેરા અધિકારી ગુલશન રામનાની સાથે જોડાઈ લોક હિતાર્થે ભારે જહેમત ઉઠાવી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે 21:2 :25 સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી ખૂબ સરસ આયોજન કર્યું.ઉદ્ઘાટન સમારોહમાં IMA ના પ્રમુખ ડૉ. ભરત શુક્લા, મંત્રી પ્રશાંત વસૈયા, દાહોદ જીલ્લા ભાજપ મંત્રી અને પ્રવાસન નિગમના ડાયરેક્ટર ભરતસિંહ સોલંકી, APMC દાહોદના વાઇસ ચેરમેન કેલાશચંદ્ર ખંડેલવાલ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા ગેસ્ટ ઑફ ઓનર તરીકે હાજર રહી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રેડ ક્રોસ ખજાનચી શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ આભાર વિધિ રેડ ક્રોસ મંત્રી શ્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ મહાનુભવોએ એક સ્વરે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની આ પહેલની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે રેડક્રોસ વોઈસ ચેરમેન દિનેશભાઈ શાહ, સહ મંત્રી સાબીરભાઈ શેખ, બ્લડ બેન્ક ઓર્ગેનાઇઝર એન કે પરમાર , કારોબારી સભ્ય રાજેશભાઈ બચાની ઉપરાંત ડો અશોક ખુરાના ,જયકિશન જેઠવાણી ,શૈલેષભાઈ થાવરાણી ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે દાહોદ શહેરના પ્રબુધ્ધ નાગરિકોન તેમજ 41થી વધુ સ્વૈચ્છિક રકતદાતાઓને રક્તદાન ની પહેલ કરી 29 યુનિટ કલેક્શન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ જિલ્લા શાખા દ્વારા રક્તદાતાઓનું સર્ટીફીકેટ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાતાઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં પધારેલા વિવિધ સંસ્થાઓના ખૂબ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો





