
તા.૧૭.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અનાજ માર્કેટ યાર્ડ ખાતે મેદસ્વિતા મુકત અભિયાન અંતર્ગત યોજાયો કેમ્પ
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત મેદસ્વિતા જાગૃતતા અર્થે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન આપણા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમત-ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ” સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત “ અભિયાન ચલાવવામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત ” અભિયાન ચલાવવામાં આવેલ છે.દાહોદ જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અને આરોગ્ય વિભાગ હેઠળ મેદસ્વિતા કેમ્પ યોજાયો જેમાં ૦૫ હાયપર ટેન્શન અને ૦3 ડાયાબિટીસ અને સસ્પેક્ટ ૦૬ મળેલ હતા. આ કેમ્પમાં તમામ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી





