તા.૦૭.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટએ નવરાત્રી આયોજકો સાથે બેઠક યોજી
આજરોજ તા.7.10.2023 શનિવારના રોજ દાહોદ શહેરમાં આગમી આવનાર નવરાત્રી પર્વને લઈ દાહોદ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેટર કે.એન લાઠીયાની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ જેમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તથા આગમી પર્વ નવરાત્રીના અનુસંધાને બેઠક યોજાઈ હતી જેમાં દાહોદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટર કે એન લાઠીયાએ નવરાત્રીના આયોજકો સાથે વાર્તાલાપ કરી હતી જેમાં દાહોદના તમામ ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા