DAHODGUJARAT

દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

તા.૧૭.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક ,લેપ્રસી કોઓર્ડીનેટર કમિટીની બેઠક, નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ, ICDS ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો દ્વારા સિકલ સેલ ,થેલેસેમિયા, ટીબી, હાઈ રીસ્ક સગર્ભા મહિલા, ANC તપાસ , પોષણમાં સહિતમાં થયેલ કામગીરી સાથે આંગણવાડીના બાંધકામ , પેન્ડિંગ ટેન્ડર પ્રોસેસની અરજીઓ , સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં ખાસ કરીને થેલેસેમિયા અને સિકલસેલ, ટીબી, સહિતના રોગોને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સંખ્યાત્મક માહિતી જિલ્લા કલેક્ટર સમક્ષ મૂકી હતી તેમજ આવનાર સમયમાં તમામ શાળાઓમાં બાકી રહેલા વિદ્યાર્થીઓના જલ્દીથી સ્કીનિંગ કરવા માટેના પ્રી-પ્લાનિંગ અંગેની માહિતી રજૂ કરવામાં આવી હતી. ગામેગામ આરોગ્ય કિરણ સહિતના કાર્યક્રમ દ્વારા થયેલી કામગીરી અને કાર્યક્રમ દરમિયાન મળેલા દર્દીઓ અને દર્દીઓને આપવામાં આવેલી સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જિલ્લામાં સગર્ભા મહિલાઓના મૃત્યુ અંગે બેઠકમાં મરણ થનારના સંબંધીઓ સાથે આરોગ્ય અધિકારીઓ સાથે રૂબરૂ મૃત્યુના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ કહ્યું હતું કે દાહોદ જિલ્લાના તમામ એવા લોકો કે જેના લગ્ન ના થયા હોય તેવાનું સિકલસેલ અને થેલેસેમિયાનું સ્કીનિંગ જલ્દીથી થઈ જાય તો ભવિષ્યમાં આવનાર ડીસીસ બાળક રોકી શકાય તે માટે જન જાગૃતિ ખૂબ જ જરૂરી છે. સાથે જ જિલ્લામાં હાઈ રિસ્ક સગર્ભા મહિલાઓને આરોગ્ય વિભાગે સંકલનમાં રહીને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે મોકલવા, કોઈપણ ખાનગી હોસ્પિટલ હાઇ રિસ્ક સગર્ભા મહિલાને દાખલ કરી સારવાર કરતા મૃત્યુ થાય તો ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, મુખ્ય આરોગ્ય અધિકારી દાહોદ ઉદય ટીલાવત, અધિક આરોગ્ય અધિકારી દાહોદ, જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઈરાબહેન ચૌહાણ, CDMO દાહોદ, મેડિકલ સુપ્રિન્ટેન્ટ હોસ્પિટલ દાહોદ, ઝાયડસ હોસ્પિટલ ગાયનેક વિભાગની ટીમ , જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ મેડિકલ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!