કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં સતત બે ટર્મ બાદ ભાજપનો ભગવો લહેરાયો.18 ઉમેદવારો સાથે સ્પષ્ટ બહુમતી
તારીખ ૧૮/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર પાલિકા સામાન્ય ચૂંટણી યોજાયા બાદ આજે ચૂંટણી પરિણામો જાહેર થયા હતા.જેમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે.બીજા ક્રમે અપક્ષ ઉમેદવારોએ દબદબો જાળવી રાખતા રાજકીય વિશ્લેષકોમાં અહો આશ્ચર્યમ સર્જાયું છે.કાલોલ નગર પાલિકાના કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો પૈકી ૭ બેઠક પરના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા બાકીની ૨૧ બેઠકો પરના ૫૭ હરીફ ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.પરિણામો જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોમાં ખુશીની લાગણી છવાઇ હતી. કાલોલ નગર પાલિકાની ચૂંટણી ભાજપા માટે પ્રતિષ્ઠાનો જંગ બની હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપાએ માઇક્રો પ્લાનિંગ સાથે રાજ્યના મંત્રી સમેત સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત આલા નેતાગીરીને પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા. ઉમેદવારો વિજેતા જાહેર થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાલોલ પાલિકાની મતગણતરીના પરિણામો (1)અંજનાબેન રોહિતભાઈ પારેખ ભાજપ (2) શૈફાલીબેન અંકુરકુમાર ઉપાધ્યાય ભાજપ (3) હરેશકુમાર કંચનલાલ પટેલ ભાજપ (4) રાજેશ્રીબેન કિરીટભાઈ પટેલ અપક્ષ વોર્ડ નંબર 2 ના પરિણામ 1 આશીષકુમાર સુંદરલાલ સુથાર ભાજપ 2,જ્યોત્સનાબેન બેલદાર ભાજપ 3, પારુલબેન સંજયભાઈ પંચાલ ભાજપ 4, મોનલબેન આશિષકુમાર જોષી અપક્ષ વોર્ડ નંબર 3 ના પરિણામ1,ધર્મિષ્ઠાબેન પક્ષેનકુમાર કાછિયા ભાજપ 2, પ્રતીક અશોકકુમાર ઉપાધ્યાય ભાજપ (બે ભાજપ બિનહરીફ )કાલોલ વોર્ડ નંબર 4 ના પરિણામ1,મીનાબેન સુથારીયા અપક્ષ2, સાયરાબીબી કાનોડીયા અપક્ષ 3 હર્ષદભાઈ ગોસાઈ અપક્ષ 4 અબ્દુલ સલામ કોશીયા અપક્ષ નગર પાલિકા વોર્ડ નં.5 માં ભાજપાના કમલેશ પંચાલ અને પ્રમુખ પદના દાવેદાર હસમુખ મકવાણાએ બાજી મારી હતી જ્યાં બંને ઉમેદવારો સત્તાવાર વિજેતા જાહેર થયા (બે બેઠકો બિનહરીફ) નગર પાલિકા વોર્ડ નં.6 મા મહેમુદાબીબી ગુલામરસુલ પઠાણ,મહમદહનીફ અબ્દુલગની મન્સૂરી, રઝાકભાઈ મસ્તુભાઇ બેલીમ અને રૂક્સાદબાનું અમીરૂદ્દીન શેખ વિજેતા જાહેર વોર્ડમાં કુલ ૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું સૌથી વધુ મતદાન ૭૯.૬૬ ટકા આ વોર્ડમાં થયું હતું.નગરપાલિકા વોર્ડ નંબર 7 ના પરિણામ 1 યુવરાજસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ભાજપ અને ભાજપની ત્રણ બેઠકો બિનહરીફ ઉમેદવાર જાહેર થયા હતો.