DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ સરકારી પોલિટેકનિકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

તા.૨૫.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી પોલિટેકનિકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

દાહોદ, સરકારી પોલિટેકનિકમાં તારીખ ૨૫/૦૩ /૨૦૨૬ ના રોજ એન.એસ.એસ. અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોડી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદનાં ખજાનચી જવાહરલાલ શાહ દ્વારા બ્લડ ડોનેશન માટે માર્ગદર્શન પૂરું પાડયુ અને તેને લગતી વિવિધ ભ્રમણાઓ દુર કરીને વિદ્યાર્થીઓનાં ઉત્સાહ માં વધારો કર્યો. આ ઉપરાંતરાજ્ય રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિ સાબિર એ. શેખ દ્વારા પ્રેરક વ્યાખ્યાન આપવામાં આવ્યુ. ત્યાર બાદ એન.એસ.એસ. કોર્ડીનેટર સિધ્ધી.કે.શેઠ દ્વારા રેડ ક્રોસ સોસાયટીના વિવિધ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને માહીતગાર કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને તેમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી. જેમાં ૧૦૦ જેટલા વિધ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ખજાનચી જવાહરભાઈ શાહ, રાજ્ય રેડ ક્રોસના પ્રતિનિધિ સાબિર શેખ બ્લડ બેન્ક કન્વીનર ડો ઇકબાલહુસન લેનવાલા બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઈઝર સહમંત્રી એન કે પરમાર મુકુંદભાઈ કબ્રાવાળા રજનીભાઇડોક્ટર અને સ્ટાફગણ વગેરે ઉપસ્થિત હતા. આ કેમ્પ સરકારી પોલિટેકનિક દાહોદના આચાર્ય, કે.બી.મહેતા ના માર્ગદર્શન અને પ્રેરણા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. કોર્ડીનેટર, સિધ્ધી.કે.શેઠ દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!