દિલ્લી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં નવસારી જિલ્લાના યોગેશ કુમારે ગુજરાતનું ગૌરવ વધાર્યું!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દિલ્હીના ભારત મંડપ ખાતે 9 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026’ અંતર્ગત રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય કક્ષાના મંચ પર ગુજરાતના સ્પર્ધકોએ પોતાની પ્રતિભાના જોરે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં નવસારી જિલ્લાના યુવા યોગેશ કુમારે અનેક જટિલ રાઉન્ડમાં વિજય મેળવીને અંતિમ 45 યુવા લીડર્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
યોગેશ કુમારે રાષ્ટ્રીય કક્ષાએ ‘મેકિંગ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ’ વિષય પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા.
તેમના પ્રસ્તાવિત વિચારોમાંથી એક વિચાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી ‘ફાઇનલ માસ્ટર પ્રેઝન્ટેશન’ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
વિવિધ 10 જેટલા ટ્રેકમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના પ્રતિભાશાળી યુવાનોને ભાગ લીધો હતો.
આ અવસરે પસંદગી પામેલા યુવાનોને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી સી.આર. પાટીલ અને સાંસદ હેમંગ જોશી સાથે ભોજન લેવાની સાથે રાષ્ટ્રીય યુવા ઉત્સવ અંગે વિચાર વિમર્શ કરવાનું મોકો મળ્યું હતું…






