DAHODDAHOD CITY / TALUKOGUJARAT

ધ ન્યુ એચિવર નર્સિંગ કૉલેજ લીમડી દાહોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાયો..

તા.૧૩.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ધ ન્યુ એચિવર નર્સિંગ કૉલેજ લીમડી દાહોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાયો..

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં ખુબ જ ઉર્જાવાન, પ્રેરણાસ્ત્રોત આદરણીય યોગ સેવક શિશપાલજી નાં માગૅદશૅન હેઠળ અને ઝોન -3 નાં ખુબ ઉત્સાહિત ઉર્જાવાન આદરણીય ઝોન કો ઓર્ડીનેટર પિન્કીબેન ની સલાહ મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા ધ ન્યૂ એચિવર નર્સિંગ કોલેજ ખાતે યોગ સંવાદ યોજાયો..જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મૂક્ત ગુજરાત દરેક તાલુકામા ગામડે ગામડે યોગ ટ્રેનર તૈયાર થાય અને ઘર ઘર સુઘી યોગ પહોંચે તે માટે યોગ સંવાદ નું આયોજન કરવામા આવેલ છે. જેમા મોટી સંખ્યામાં નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થિની બહેનો એ ભાગ લીધો હતો તેમજ 77 બહેનો યોગ ટ્રેનર માટે ફોર્મ ભર્યા તેમાંજ યોગ ટ્રેનર તાલિમ લેવા માટે તૈયાર થયા.જેનો હેતુ સમગ્ર તાલુકામા યોગનું વાતાવરણ બને તે હેતુ છે  આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં દાહોદ જિલ્લાના જીલ્લા યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઇ પારગી સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર ધ્રુમિલ માળી, નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ, નર્સિંગ કોલેજના પ્રોફેસર અને બહેનો અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં તાલુકા યોગ કોચ કલ્પનાબેન ભાભોર, પુષ્પાબેન બામણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!