GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: આગામી ૨૪મી ફેબ્રુઆરીએ જળશકિત મંત્રી સી.આર.પાટીલ અધ્યક્ષ સ્થાને કિસાન સન્માન સમારોહ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૧: આગામી તારીખ ૨૪, ફેબ્રુઆરી, ૨૦૨૫ સોમવારના રોજ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, દ્વારા “કિસાન સન્માન સમારોહ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા ભારતભરના ખેડૂતો માટે કિસાન સન્માન માટેનો ૧૯મો હપ્તો આપવામાં આવનાર છે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સમસ્ત મતીયા પાટીદાર સેવા સમાજ સાંસ્કૃતિક ભવન, કાલીયાવાડી, નવસારી ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી, જળશકિત અને નવસારી જિલ્લા સાંસદશ્રી સી.આર.પાટીલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી નવસારી જિલ્લાના આશરે ૫૦૦ જેટલા ખેડૂતોને સંબોધન કરશે. આ સમારોહમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે નવસારી જિલ્લા કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Back to top button
error: Content is protected !!