GUJARAT

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-થી ૧ અને સાંજે ૪ થી ૯ કલાક સુધી ગુડઝ તથા પેસેન્જર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી-વિજલપોર નગરપાલિકા   વિસ્તારમાં ટ્રાફિક વ્યવહાર નિયંત્રિત  કરવા સારું ગુડઝ  તથા પેસેન્જર વ્હીકલ વાહનો તા. ૦૬/૦૬/૨૦૨૪ થી તા.૦૩/૦૯/૨૦૨૪ સવારે ૮-૦૦ થી બપોરે ૧૩-૦૦ કલાક તેમજ  સાંજે ૧૬-૦૦ થી ૨૧-૦૦ કલાક સુધી કોઇપણ રસ્તાથી નવસારી/વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશ કરવા પર તાત્કાલિક અસરથી આગામી તા.૦૩ /૦૯/૨૦૨૪  સુધી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નવસારી કેતન પી.જોષીઍ મળેલી સત્તાની રૂઍ પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો, પોલીસ વાહનો, સ્કુલ બસ, ઍમ્બ્યુલન્સ, ઍસ.ટી.બસ, ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ, લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામાંમાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોઍ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, હેડ કવાર્ટર, નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી, ટ્રાફિક શાખા, નવસારીનાઓની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે.
આ હુકમનો ભંગ કર્યે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!