Rajkot: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવ યોજાશે

તા.૧૨/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના ૧૨ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારી તથા કર્મચારીઓ માટે સ્થાનિક ભંડોળ હિસાબ કચેરી દ્વારા આગામી તા.૧૪ ડિસેમ્બર શનિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી કોસ્મિક વિદ્યાસંકુલના મેદાન,ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર રોડ, આદર્શ માર્બલની બાજુમાં રાજકોટ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રમતોત્સવમાં ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા બહેનો માટે સંગીત ખુરશી, રસ્સા ખેંચ તથા લીંબુ ચમચીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રની આઠ ટીમો તથા ૪૦ થી વધુ બહેનો રમત-ગમતમાં ભાગ લેશે.સમગ્ર આયોજનને સફળ બનાવવા વિભાગીય નાયબ નિરીક્ષક ની કચેરી સ્થાનિક ભંડોળ હિસાબના શ્રી નંદાણીયા, શ્રી બી.જે.મહેતા, શ્રી કરમુર, શ્રી દેસાઈ, શ્રી આર.જે માંડલિયા તથા શ્રી પી.એમ.જાડેજા તથા સુશ્રી કીર્તિબા વાઘેલા,ક્રિષ્નાબેન અગ્રાવત, તૃપ્તિબેન લાંધણોજા, હેતલબેન ચેતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે તેમ રાજકોટ ઝોનમાં વિભાગીય નાયબ નિરીક્ષક શ્રી આર.જે.માંડલિયાની યાદીમાં જણાવાયું છે.


