પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી.તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું.ગત રોજ સોમવારનાદિવસે શિવપૂજનનુ વિશેષ મહત્વ હોવાથી શ્રીમતી એમ આર.એચ મેસરા બાલમંદિર વિભાગમાં બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા. જેમાં ત્રયબંકેશ્વર, કેદારનાથ મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન ,સોમનાથ મહાદેવ ,ઓમકારેશ્વર, અમરનાથ ભીમશંકર મહાદેવ, કાશી, વિશ્વનાથ, નાગેશ્વર, શ્રી ધૃણેશ્વેરાય,બૈદનાથાય, રામેશ્વરાય,આ દરેક શિવલિંગ ને દૂધ,દહીં,મધ, અબીલ ગુલાલ, કંકુ ચોખા, સાકર, લવિંગ ગંગાજળ ,ફળ,ફૂલ,કાળા તલ ,બિલીપત્ર , જનોઈ, ધતુરો અને વિવિધ વનસ્પતિ દ્વારા અભિષેક કરવામાં આવ્યો.તેમજ બાળકો અને સમગ્ર સ્ટાફમિત્રોએ શ્રદ્ધાપૂર્વક શિવ આરતી કરી વાતાવરણને પવિત્ર બનાવી દીધું.આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ સાહેબ, હાઈસ્કુલ વિભાગના મણીભાઈ સુથાર સાહેબ ,બાલમંદિર વિભાગના આચાર્યા દર્શનાબેન ,ઉપાચાર્યા ગીતાબેન તેમજ તમામ સ્ટાફગણ અને બાળકોએ શિવજીની પૂજા અર્ચના કરી હતી.