
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં દગડીઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતનાં બોરપાડા ગામમાં આવેલ કોતરમાં 40 વર્ષીય મોટરસાયકલ ચાલક તણાઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ડાંગનાં બોરપાડા ગામનાં રસીકભાઈ બબાજુભાઈ પાડવી (ઉ. વ. આ.40) જે રવિવારની મોડી સાંજે પોતાના ઘરે આવી રહ્યા હતા.તે દરમિયાન તેઓ ગામ નજીક એક કોતર પર આવેલ ફરસી પાર કરી રહ્યા હતા.ત્યારે ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે આ કોતર પાણીથી છલકાઈ ગયુ હતુ.ત્યારે આ રસિકભાઈ મોટરસાયકલ સાથે ફરસી પાર કરી રહ્યા હતા.જોકે પાણીમાં વધારો થયો હોવાને કારણે રસિકભાઈ પાણીના ભારે પ્રવાહમાં બાઇક સાથે ખેંચાઇને તણાઈ ગયા હતા.જે બાદ રસિકભાઈ અને મોટરસાયકલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ત્યારે મોટરસાયકલ નજીકનાં ધોધમાંથી મળી આવી હતી.પરંતુ તણાઈ ગયેલ રસિકભાઈ મળી આવ્યા નહોતા.જે બાદ ડાંગ જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ એસ.ડી.આર. એફની ટીમ તથા તરવૈયાઓ શોધખોળમાં જોતરાયા હતા.ત્યારે ત્રીજા દિવસે એટલે સોમવારે બોરપાડાનાં થોડે દૂર આવેલ ખોખરચોંડ કોતરમાંથી આ યુવાનની લાશ મળી આવી હતી.હાલમાં વઘઇ પોલીસની ટીમે સ્થળ પરથી લાશનો કબજો મેળવી અ.મોત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





