આપ’ કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં હજારો ખેડૂતો સાથે ‘કિસાન મજદુર આશિર્વાદ યાત્રા’ યોજાઈ.
મૂળી તાલુકાના જસાપર પાટિયા ગામથી 'કિસાન મજદુર આશીર્વાદ યાત્રા' શરુ થઇ અને માંડવરાય દાદાના મંદિર ખાતે દાદાના દર્શન કર્યા બાદ યાત્રા પૂર્ણ થઈ.
તા.08/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મૂળી તાલુકાના જસાપર પાટિયા ગામથી ‘કિસાન મજદુર આશીર્વાદ યાત્રા’ શરુ થઇ અને માંડવરાય દાદાના મંદિર ખાતે દાદાના દર્શન કર્યા બાદ યાત્રા પૂર્ણ થઈ.
ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલીયા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને મનોજભાઈ સોરઠીયા સહિત પ્રદેશના નેતાઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા હતા અમે ધારાસભ્ય બનવાનું સપનું લઈને નથી નીકળ્યા, પરંતુ અમે ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવાનું સપનું લઈને નીકળ્યા છીએ, રાજુ કરપડા અમારી શરૂઆતથી જ માંગ છે કે સિંચાઈ માટે પૂરતું પાણી આપો અને ખેડૂતોને એમએસપી પ્રમાણે ભાવ આપો, રાજુ કરપડા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે ખેડૂત દેવાદાર બન્યો છે, રાજુ કરપડા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આજે 8 જુલાઈના રોજ ‘કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા’ યોજાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જસાપર પાટિયા ગામથી સવારે 9:30 વાગે યાત્રા શરૂ થઈ હતી અને બપોરે 1:30 કલાકે માંડવરાય દાદાના મંદિર મુળી ખાતે દાદાના દર્શન કરીને અને તેમના આશીર્વાદ લઈને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડાની સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ સોલંકી, પ્રદેશ ફ્રંટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, કાર્યકારી અધ્યક્ષ ડૉ. રમેશભાઈ ચૌધરી, કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલબેન વસરા, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા અને પ્રદેશ સંગઠન મંત્રી અમૃતભાઈ મકવાણા સહિત પ્રદેશના પદાધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે આ સિવાય હજારો સમર્થકો અને હજારો ખેડૂતો અને મજદુરો ‘કિસાન મજદૂર આશીર્વાદ પદયાત્રા’માં સામેલ થયા હતા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ આ યાત્રા દરમિયાન ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ખેડૂતો અને મજદુરોના હકની આ લડાઈ આપણે શરૂ કરી છે તેમાં આપણે સૌએ સાથે મળીને લડવાનું છે ખેતીની જબરદસ્ત સીઝન ચાલી રહી છે તેમ છતાં પણ આજે હજારો ખેડૂતો અને મજૂરો આ યાત્રામાં જોડાયા છે તે બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું હું શરૂઆતથી જ એક વાત કરી રહ્યો છું કે જો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવામાં આવે તો આપણા ખેડૂતો ધરતીમાંથી સોનુ પકવી શકે તેટલી તેમનામાં તાકાત છે અમારી શરૂઆતથી જ માંગ છે કે સિંચાઈ માટે પૂરતું પાણી આપો અને ખેડૂતોને એમએસપી પ્રમાણે ભાવ આપો ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે ખેડૂત દેવાદાર બન્યો છે માટે અમે આજે માંગણી લઈને નીકળ્યા છીએ કે એક વખત જગતના તાતનું દેવું માફ કરો આજે અમે ધારાસભ્ય બનવાનું સપનું લઈને નથી નીકળ્યા પરંતુ અમે ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવાનું સપનું લઈને નીકળ્યા છીએ છેલ્લા ઘણા વર્ષોથી હું ખેડૂતો માટે લડી રહ્યો છું અને સરકારે મને વારંવાર દબાવવાનો પ્રયાસ કર્યો છે, માટે આજે અમે દાદા પાસે આવ્યા છીયે અને ભાજપ સામે લડવાની શક્તિ માંગવા આવ્યા છીએ આ દેશ ઉદ્યોગપતિઓનો દેશ નથી આ દેશ ખેડૂતોનો દેશ છે અમારા બાપદાદાઓએ લોહી વહાવીને આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી હતી પીજીવીસીએલના અધિકારીઓને કહેવા માંગે છે કે સત્તા કોઈની કાયમ માટે રહેવાની નથી અને સત્તાના જે નશામાં તમે નાચો છો એ સત્તામાં રહેલા લોકો જ તમારો ભોગ લઈ લેશે માટે રાજકીય હાથો બનવાનું બંધ કરો અને ખેડૂતો અને ગરીબો માટે તથા જે લોકો ખેડૂતો અને ગરીબો માટે લડે છે તેમને સમર્થન આપો અને તેમની ન્યાય અપાવવાના પ્રયત્ન કરો.