
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી,તા-29 માર્ચ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૫ ના રોજ રાજ્ય કારોબારી બેઠક ડૉ હેડગેવાર ભવન, કર્ણાવતી મુકામે યોજાશે. જેમાં સંગઠનના એજન્ડા મુજબ કાર્યક્રમના આયોજનની ચર્ચા અલગ અલગ સત્રોમાં થશે, સાથે સાથે શિક્ષકોના જુદા જુદા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે. તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા નિમણૂંક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેનો સરકાર દ્વારા ઠરાવ થયેલ છે, પરંતુ હજુ કર્મચારીઓના જી.પી.એફ.ના ખાતા ખુલ્યા નથી, એ બાબતે ચર્ચા થશે. આ બાબતે રણનીતિ પણ ઘરવામાં આવશે. બધાની નજર આ બેઠક ઉપર રહેશે કારણકે શિક્ષકોના હિતમાં કારોબારી બેઠકમાં ઘણા નિર્ણય લેવામાં આવશે.આ ઉપરાંત સંઘઠનના મંડળ રચનાનું વૃત, સંભાગ સ્તરની વિમર્શ કાર્યશાળા, અભ્યાસ વર્ગ અંગે, રાજ્ય અધિવેશન આયોજન અંગે, ભવન તેમજ વાર્ષિક સદસ્યતા અંગે ચર્ચા કરવામાં આવશે. “હમારા વિદ્યાલય અમારા તીર્થ” અને માતૃશક્તિ સંમેલન અંગે તેમજ અન્ય પડતર પ્રશ્નો અંગેની ચર્ચા રાજ્ય કારોબારીમાં કરવામાં આવશે, તેવું સંઘઠન મીડિયા પ્રકોષ્ટ દ્વારા જાણકારી મળેલ છે. સંગઠનના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી પરેશભાઈ પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી મહેન્દ્રજી કપૂર અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મોહનજી પુરોહિતની આ કારોબારીમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.





