હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગણેશ ઉત્સવને લઈને ભવ્ય અન્નકૂટ યોજાયો
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૯.૨૦૨૪
સમગ્ર દેશભરમાં હિન્દુઓના સૌથી પવિત્ર તહેવાર એવા ગણેશ ચતુર્થી ની છેલ્લા દસ દિવસથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.જ્યારે હાલોલ નગર ખાતે પણ ઠેક ઠેકાણે 10 દિવસના મહેમાન બની બિરાજમાન થયેલ ગજાનંદ ગણપતિનું ગણેશ ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.જે અંતર્ગત હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પણ દસ દિવસ થી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેને લઇ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ તેમજ આરતી યોજાઈ હતી.આ પ્રસંગે શાળાના સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ના સાધુ સંતો,વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી અન્નકૂટ તેમજ આરતીનો લાભ લીધો હતો.આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિરના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસજી મહારાજ, સંત શ્રી સાધુ સંત સ્વામી મહારાજ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દસ માં દિવસે ગણેશ વિસર્જન યાત્રા યોજાઇ હતી જેમાં મોટી ગણપતિને હાલોલ સિંધવાવ તળાવ માં વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી નાની માટીની મૂર્તિ ને મંદિર પરિસર ખાતે વૃક્ષના પાણીના કુંડ માં વિસર્જિત કર્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને લાડુ દાળ ભાતનું ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ એ આનંદ ભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.