BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: NH 48 પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત, ટેમ્પોચાલક ફસાય જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઇવે પર ભરૂચના લુવારા પાટિયા નજીક આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.આ અંગેની જાણ કરવામાં આવતાં જ 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આ તરફ ટેમ્પાની કેબીનમાં ફસાયેલ ચાલકને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો.અકસ્માતમાં તેને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતના બનાવમાં વધારો થયો છે.



