ARAVALLIGUJARATMODASA

ભિલોડા : જિલ્લા LCB એ એકજ પોલિસ સ્ટેશન વિસ્તારના બે અલગ અલગ જગ્યાએ થી મોટીમાત્રમાં દારૂ ઝડપી પાડ્યો –

ભિલોડાના ડોડીસરા ગામ તેમજ હાથિયા ગામની સીમ માંથી LCB એ મોટી માત્રમાં દારૂ ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : જિલ્લા LCB એ એકજ પોલિસ સ્ટેશન વિસ્તારના બે અલગ અલગ જગ્યાએ થી મોટીમાત્રમાં દારૂ ઝડપી પાડ્યો –

ભિલોડાના ડોડીસરા ગામ તેમજ હાથિયા ગામની સીમ માંથી LCB એ મોટી માત્રમાં દારૂ ઝડપી પાડ્યો

હાલ અરવલ્લી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં દારૂની હેરાફેરી વધથી હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે અને આ હેરાફેરી ને અટકાવવા પોલિસ પણ એક્શનમાં છે પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂ કઈ રીતે ઘૂસે છે એ પણ એક સવાલ ઉભો છે.જિલ્લા પોલિસ વડા દ્વારા દારૂને અટકાવવા વિવિધ ચેકપોસ્ટો કાર્યરત કરી છે પરંતુ કઈ રીતે દારૂ જિલ્લા માં ઘૂસી જાય છે તે પણ એક સવાલ છે.જિલ્લા LCB ટીમ પણ દારૂને અટકવવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે સાથે સફરતા પણ હાથ લાગી છે

ભિલોડા પોલિસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા LCB પોલીસે બે અલગ અલગ જગ્યાએ થી બાતમી ને આધારે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં ભિલોડાના ડોડીસરા ગામ તેમજ હાથિયા ગામની સીમ માંથી દારૂ ઝડપ્યો છે. હાથિયા ગામની સીમમાં જેસીંગપુર થી હાથિયા તરફ જતા રોડ ઉપર મારૂતિ સુઝુકી સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ બોટલ તેમજ ટીન નંગ 798 સાથે રૂપિયા 3,35,800/- નો દારૂ ઝડપી પાડ્યો તો બીજી બાજુ ભિલોડાના ડોડીસરા ગામની સીમમાં તળાવ પાસે ડોડીસરા થી અભાપુર તરફ જતા રોડ ઉપર મારૂતિ સુઝુકી સીફ્ટ ગાડીમાંથી પણ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ 420 સાથે કુલ રૂપિયા 4,62,000/- નો પ્રોહીમુદામાલ ઝડપી પાડવામાં જિલ્લા LCB ટીમને મોટી સફરતા હાથ લાગી છે આ સાથે જિલ્લા LCB ના PI… H. P ગરાસિયા સહીત ટીમે એકજ દિવસમાં એક જ પોલિસ સ્ટેશન વિસ્તાર 2 અલગ અલગ જગ્યાએ થી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતા ભિલોડા પોલિસ ની ઉંગ હરામ થઈ હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે

Back to top button
error: Content is protected !!