GUJARATKUTCHMANDAVI

મુન્દ્રાની બી. એડ. કોલેજમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી.

22-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે જેનો વિશ્વભરના 60 કરોડથી વધુ લોકો બોલવામાં ઉપયોગ કરે છે.

અમેરિકામાં 150થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દી ભણાવવામાં આવે છે.

ભાવિશિક્ષકોને રાષ્ટ્રની એકતાના પ્રતીક હિન્દી ભાષાનો સમાજમાં પ્રચાર – પ્રસાર કરવા ભલામણ કરાઈ

મુન્દ્રા કચ્છ  :- કરોડો દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધનારી અને રાષ્ટ્રની એકતાનું પ્રતિક એવી હિન્દી ભાષા અંગે તાલીમાર્થીઓમાં જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે તાજેતરમાં મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં ઝોહરાબેન અવાડિયાએ હિન્દી ભાષાનું મહત્વ રજૂ કર્યું હતું જયારે જયોતિબેન અને હુસેનભાઈએ દોહા – ગાન, રામભાઈ ગઢવીએ હિન્દી સાહિત્યકારનો પરિચય કરાવ્યો, જાનવીબેન ત્રિપાઠીએ હિન્દી ગીત ગાયું હતું, તન્વીબેન પ્રણામીએ સંવિધાનમાં હિન્દીનું સ્થાન તથા જીગર મહેશ્વરી અને આસ્મિન માંજોઠીએ કાવ્ય પઠન કર્યું હતું.હિન્દીના પ્રોફેસર ડો. દિપકભાઈ પંડ્યાએ ભારતમાં સૌથી વધુ બોલાતી હિન્દી ભાષા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મેન્ડરિન ચાઈનીઝ અને અંગ્રેજી પછી હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે જેનો વિશ્વભરના 60 કરોડથી વધુ લોકો બોલવામાં ઉપયોગ કરે છે અને અમેરિકામાં તો 150થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દી ભણાવવામાં આવે છે એવી જાણકારી આપી હતી.કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ. વી. ફફલે ભાવિશિક્ષકો એવા તાલીમાર્થીઓને રાષ્ટ્રભાષાનું ગૌરવ લઈને હિન્દી ભાષાનો સમાજમાં પ્રચાર અને પ્રસાર કરવાની ભલામણ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દીના પ્રોફેસર ડો. દિપકભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આરતીબેન સોલંકી અને નિધિબેન વ્યાસે સંભાળ્યું હતું જયારે આભારવિધિ હેમાલીબેન કેરાઈએ કરી હતી. કાર્યક્રમના અંતમાં હિન્દીનો ઉપયોગ કરવાના શપથ ધ્રુતિબેન મોઘાએ લેવડાવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!