DAHODGUJARAT

મેડિકલ ઇમરજન્સીમાં ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108ની સુવિધા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે

તા. ૨૦૦૧૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:મેડિકલ ઇમરજન્સીમાં ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108ની સુવિધા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે

 

એક વર્ષમાં ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી સેવાને 63823 કોલ મળ્યા, સૌથી વધુ કેસ 33314 હજાર પ્રસુતિના કેસ સરકાર આરોગ્ય ક્ષેત્રે એક વાદ એક નવી સુવિધા વધારી રહી છે જેમાં ઇએમઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી સેવા જીવનદાન બની છે. જેમાં ચાલુ વર્ષે 2024 માં દાહોદ જિલ્લામાંથી કુલ 63823 આકસ્મિક ઘટનાઓના કોલ મળ્યા હતા. આ તમામ ઘટનાઓમાં 108 ને સોથી વધુ 33314 જેટલા કોલ ગર્ભાવસ્થા સંબંધિત અને 4818 અકસ્માતની ઘટનાઓના કોલ મળ્યા હતા. અકસ્માત, શારીરિક ઈજા, હાર્ટ અટેક સહિતની કોઈપણ મેડિકલ ઇમરજન્સીમાં 108 ની સેવા દર્દી માટે આશીર્વાદરૂપ થઈ રહી છે અકસ્માતના કિસ્સામાં છેલ્લા શ્વાસ લેતા દર્દીને છેલ્લી ઘડીની સારવાર આપીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને જીવન બચાવ્યા હોય તેવા પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માત, ગર્ભવતી મહિલાની સમસ્યાઓ અને અન્ય આકસ્મિક ઘટનાઓમાં 108 સેવાના કારણે લોકોનો જીવ બચાવી શકય હતા. વર્ષ દરમિયાન ઉતરાયણ, દિવાળી, ધૂળેટી જેવા તહેવારો અને સમાન દિવસોમાં આવતી આકસ્મિક ઘટનાઓમાં 24 કલાક ચાલતી 108 ઈમરજન્સી સેવાના કારણે બાળકોથી લઈને વૃદ્ધોને સારવાર મળી છે. 108 સેવાના ચોપડે નોંધાયેલ જુદા જુદા રોગોના દર્દીઓના રિપોર્ટ દાહોદ જિલ્લા 108 ઇમરજન્સી સેવાના ચોપડે વર્ષ 2024માં જુદા જુદા રોગોના દર્દીઓના નોંધાયેલ કેસમાં પેટમાં દુખાવાના 6009 કેસ , એલર્જી રીએકશન 116 કેસ, શ્વાસ લેવામાં તકલીફના 4603 કેસ, હૃદય રોગના 1235 કેસ, ફિટ્સના 1197 કેસ, ડાયાબિટીસ સમસ્યાના 342કેસ , હાઈ ફીવર ના 1664 કેસ, ઝેરનાં 1004 કેસ, પ્રસુતિના 33314 કેસ, ભારે માથાના દુખાવાના 119 કેસ , પેરાલીસીસ અટેકના 143 કેસ, વાહન અકસ્માતના 4818 અને અન્ય 4516 રોગોનો સમાવેશ થાય છે.મોટાભાગે મહિલાઓની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ દાહોદ જિલ્લામાં ગર્ભાવસ્થા સંબંધિત કોલ 108 ને વધારે મળ્યા હતા જેમાં મોટાભાગે મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં હાલ 33 જેટલી એમ્બ્યુલન્સ અને 135 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેના કારણે 24 કલાક ચાલુ સેવાના કારણે કોઈપણ ઘટના ને અમે પહોંચી વળીએ છી.

Back to top button
error: Content is protected !!