BHUJGUJARATKUTCH

Kutch : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા ક્ચ્છ જિલ્લા ભા.જ.પા. અધ્યક્ષશ્રીને OPS બાબતે સરકારમાં ભલામણ કરવા બાબતે અપાયેલ આવેદન.

8-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – પ્રાંતની સુચના અન્વયે રાજ્યના તમામ જિલ્લા અધ્યક્ષ શ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેવા લોકપ્રતિનિધિને મળી સંગઠનની પડતર માંગણીઓથી વાકેફ કરી , આવેદનપત્ર આપી તેઓ પણ સરકારશ્રી ને જણાવે અને સરકારશ્રી ઝડપથી નિર્ણયો લે, એ અન્વયે આજ દીનાંક ૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ ભુજમાં ક્ચ્છ જિલ્લા અધ્યક્ષ ( ભાજપા ) શ્રી દેવજીભાઇ વરચંદજીની મુલાકાતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, પ્રચાર પ્રસાર મંત્રી નરેન્દ્ર ભાઈ રામાનુજ, ગ્રાન્ટેડ માધ્યમિક કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર અને સરકારી અમોલભાઈ ધોળકિયા, ભુજ પ્રાથમિક અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા અને મહામંત્રી બળવંતભાઇ છાંગા તેમજ કચ્છના અલગ અલગ સંવર્ગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા. અધ્યક્ષશ્રી એ સરકારમાં લેખિતમાં રજુઆત કરશે તેમ જણાવેલ અને ખૂબજ હકારાત્મક પ્રતિસાદ આપેલ હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!