BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા કચ્છ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાને “જૂની પેન્શન યોજના” ફરી શરૂ કરવા માટે આવેદન આપવામાં આવ્યુ.

૧૧-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – પ્રાંતની સુચના અન્વયે રાજ્યના તમામ જિલ્લા અધ્યક્ષ શ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેવા લોકપ્રતિનિધિને મળી સંગઠનની પડતર માંગણીઓથી વાકેફ કરી , આવેદનપત્ર આપી તેઓ પણ સરકારશ્રી ને જણાવે અને સરકારશ્રી ઝડપથી નિર્ણયો લે, એ અન્વયે આજરોજ ભુજમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા કચ્છ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા કચ્છ-મોરબી લોકસભા મતવિસ્તારના સાંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી માન. વિનોદભાઈ ચાવડા સાહેબશ્રીની મુલાકાતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ વતિ સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, સહ સંગઠનમંત્રી જયભાઈજોષી , કચ્છ પ્રાથમિક સંવર્ગ મહામંત્રી રમેશભાઈ ગાગલ, ભુજ તાલુકા પ્રાથમિક મહામંત્રી બળવંતભાઇ છાંગા ઉપસ્થિત રહેલ હતા. સાંસદશ્રીએ સરકારમાં લેખિતમાં આ મુદાની રજુઆત કરશે તેમ જણાવેલ અને ખૂબજ હકારાત્મક પ્રતિસાદ આપેલ હતો, એવુ કચ્છ જિલ્લા સંયુક્ત મોરચાના સંયોજક અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયુ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!