AHAVADANGGUJARAT

વઘઈ તાલુકાનાં ડુંગરડા ગામ ખાતે ટી.વી.ચાલુ કરવા જતા યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ડુંગરડા ગામ ખાતે રહેતા 26 વર્ષીય કલ્પેશભાઈ બહાદૂરભાઈ ચૌધરી  પોતાના ઘરે હાજર હતા.ત્યારે તેઓ પોતાની ઘરમાં રહેલ ટીવી ચાલુ કરવા જતા કોઈપણ કારણોસર તેમને વીજ કરંટ લાગ્યો હતો.અહી વિજકરંટ લાગવાથી 26 વર્ષીય કલ્પેશભાઈ ચૌધરીનું મોત નીપજ્યુ હતુ.સ્થળ પર વીજ કરંટ લાગવાથી યુવકનું મોત નીપજતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!