GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર કર્ણાવતી પાર્ટી પ્લોટ સામે ઓમ્ ઓટો કન્સલન્ટ ની બહારની ખુલ્લી જગ્યાએ મોબાઈલ ઉપર આઈસીસી વન ડે ટ્રોફી મેચ નો સટ્ટો રમાડતા બે જણા ઝડપાયા

વિજાપુર કર્ણાવતી પાર્ટી પ્લોટ સામે ઓમ્ ઓટો કન્સલન્ટ ની બહારની ખુલ્લી જગ્યાએ મોબાઈલ ઉપર આઈસીસી વન ડે ટ્રોફી મેચ નો સટ્ટો રમાડતા બે જણા ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હાઇવે રોડ ઉપર કર્ણાવતી પાર્ટી પ્લોટ ની સામે આવેલ ઓમ્ ઓટો કન્સલન્ટ ની ખુલ્લી જગ્યાએ બેસીને હાલમાં ચાલી રહેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ ની મેચ ઉપર મોબાઈલ ઉપર આઇડી રાખી ક્રિકેટ સટ્ટા બેટિંગ કરતાં બે યુવકો ને પોલીસે બાતમી ના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પોલીસ એ એસ આઈ ઇજાજ એહમદ તેમજ હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્રસિંહ તેમજ સુહાગ સિંહ સહિત ખાનગી વાહન મા પેટ્રોલીંગ મા હતા. તે સમયે બસ સ્ટેન્ડ નજીક આવતા ખાનગી મા બાતમી મળી હતી કે હાલ માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ની મેચ ચાલતી હોઇ જે મેચ ઉપર સીટી પોઇન્ટ સિનેમા ની બાજુમાં અને કર્ણાવતી પાર્ટી પ્લોટ ની સામે આવેલ ઓમ્ ઓટો કન્સલન્ટ બહાર ની આગળ ની ખુલ્લી જગ્યાએ બેસી કેટલાક ઈસમો પોતાના મોબાઈલ ફોન મા ક્રિકેટ સટ્ટા ની એપ્લિકેશન ઉપર પોતે અને પોતાના મળતીયા મારફત ક્રિકેટ નુ બેટિંગ સટ્ટા નુ જુગાર રમી રહ્યા છે. એલસીબી પોલીસે મળેલ બાતમી ની સ્થળ ઉપર ખરાઈ કરતા સ્થળ ઉપરથી અમિત ભાઈ ઈશ્વર ભાઇ પટેલ રહે 26 સ્નેહકુંજ સોસાયટી વિજાપુર તેમજ અન્ય કમલેશ ભાઈ બબલ દાસ રહે 20 એ શ્રી રામ સોસાયટી વાળાને ઝડપી મોબાઈલ સટ્ટા નુ રમત આઇડી સહિત રોકડ રકમ 12,000/-મુદ્દામાલ રૂપિયા ફોન નંગ 2 રૂપિયા 10,000/- કુલ રૂપિયા 22,000/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!