વિજાપુર પેટા ચૂંટણી માં ભાજપ માં ચૂંટાયેલા ધારાસભ્ય ડો સીજે ચાવડા સાથે તલાટી મંડળની મીટીંગ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર 26 વિધાનસભાની બેઠક ઉપર ભાજપ પક્ષમાંથી ચૂંટાયા બાદ તલાટી મંડળ દ્વારા મુલાકાત કરી ધારાસભ્ય નું સન્માન કરી મીટીંગ કરી હતી. જેમાં તલાટી મંડળના પ્રમુખ નિતીન ભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામપંચાયત ના વિવિધ કામો તેમજ કેટલાક અધૂરા પડતર પ્રશ્નો બાબતે તેમજ ગ્રામ્ય વિસ્તારોના વિકાસકીય કામો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંડળના સભ્યો એ પણ ધારાસભ્ય સીજે ચાવડા નું ફૂલ ગુચ્છ આપી સન્માન કર્યું હતું ધારાસભ્ય એ તલાટી મંડળને વિકાસ ના કામો બાબતે પૂરો સહયોગ આપવા ની ખાત્રી આપી હતી.




