GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર માર્કેટયાર્ડ માં મગફળી ખરીદી શરૂ કરતાં ખેડુતોમાં રાહત

વિજાપુર માર્કેટયાર્ડ માં મગફળી ખરીદી શરૂ કરતાં ખેડુતોમાં રાહત
પાંચ ગુણી આવક પ્રતિદિન નોંધાઇ
મગફળી ના ભાવો રૂપિયા 1250 થી 1550 નો બોલાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના માર્કેટયાર્ડ ખાતે મગફળી ના સારા ભાવો ના કારણે ખેડૂતો ટ્રેક્ટરો ભરી ઉમટી પડ્યા હતા નવરાત્રી ની શરૂઆત માં મગફળી ના રૂપિયા 1250 થી 1550 સુધી ની ખેડૂતોની પાસેથી મગફળી પાક ની રોકડા થી ખરીદી શરૂ કરતાં ખેડુતોને તહેવારો ટાંકણે રાહત ઉભી થવા પામી છે જેને કારણે ખેડુતો એ માર્કેટયાર્ડ મગફળી વેચાણ માટે મોટી સંખ્યામાં આવી રહયા છે રોજની પાંચથીછ હજાર બોરીઓ ની આવક થઇ રહી છે કેટલાક જરૂરીયાત વાળા ખેડુતો ને રોકડ વ્યવહાર ને કારણે બજારમાં મગફળી નો માર્કેટયાર્ડ બજારમાં મબલખ વેપાર થઇ રહયો છે તેમજ ભાવ પણ સારા મળતા હોવાથી ખેડુતો ને રાહત પણ મળી રહી હોવાથી ઉત્સાહિત છે આ અંગે માર્કેટયાર્ડ બજાર ના વેપારી અગ્રણી નરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે હાલ માં માર્કેટયાર્ડમાં મગફળી ની પાંચ થી છ હજાર બોરી ની આવક થઇ રહી છે તેમજ ખેડુતો પાસેથી 1250 થી 1550 ના ભાવે ખરીદી કરીને રોકડા પૈસા આપી દેવામાં આવે છે રોકડા નો વ્યવહાર હોવાથી ખેડુતો પણ વેપાર માટે આવી રહયા છે જેના કારણે ખેડુતો માં પણ રાહત ની લાગણી જન્મી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!