GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર શહેરમાં પકડાયેલા ભેરસેળ યુક્ત લાલ મરચા નો પ્રશ્ન ને લઈ ગાંધીનગર વિધાનસભા માં ચર્ચાયો

વિજાપુર શહેરમાં પકડાયેલા ભેરસેળ યુક્ત લાલ મરચા નો પ્રશ્ન ને લઈ ગાંધીનગર વિધાનસભા માં ચર્ચાયો
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો મુદ્દો આરોગ્ય મંત્રી પાસે માંગ્યો જવાબ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાંચ મહિના પહેલા રાત્રી દરમ્યાન પાંચ કિલો ના 151 થેલા બનાવટી આરોગ્ય ને હાનિપ્રદ ભેરસેળ યુક્ત લાલ મરચું મહેશ પુનમચંદ મહેશ્વરી ની ઉમિયા ગોડાઉન માંથી ઝડપી પાડ્યું હતું આ રીઢા ગુનેગાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી તે પ્રશ્ન ગાંધીનગર વિધાનસભા ખાતે વાવ તાલુકાના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે ઉઠવ્યો હતો અને આરોગ્ય મંત્રી પાસે ગુનેગારો સામે કયા પગલાં ભર્યા તેનો જવાબ માંગ્યો હતો જેને લઈને વિધાનસભા ગાજી ઉઠી હતી જેનો જવાબ આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વિજાપુર માં પકડાયેલો ભેરસેળ યુક્ત મરચાં નો પાવડર નો વેપાર કરનાર ઈસમ સામે જ્યુડિશિયલ કોર્ટ ખાતે કેસ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે તેમજ જીલ્લા માં ફ્રુડ વિભાગ દ્વારા કાયદેસર ની પ્રક્રિયા પણ ચાલુ છે તેમ જણાવ્યું હતું ભેળસેળ યુક્ત લાલ મરચા નો વેપાર કરતા ઈસમો સામે ટૂંક સમયમાં કોર્ટ રાહે કાયદાકીય પગલાં ભરાશે તે નક્કી બની રહ્યુ છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!