GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સરકારી દવાખાના પાછળ આવેલ ડફેરવાસ માં રહેતા કાકા બાપાના ભાઈઓ વચ્ચે ઝગડા યુવકને છરી ધારીયા વડે હુમલો કરી મારમાર્યો

વિજાપુર સરકારી દવાખાના પાછળ આવેલ ડફેરવાસ માં રહેતા કાકા બાપાના ભાઈઓ વચ્ચે ઝગડા યુવકને છરી ધારીયા વડે હુમલો કરી મારમાર્યો
યુવકની પત્ની ને કાકા નો દીકરો હેરાન કરતો હોઈ સમજાવવા જતા યુવક ઉપર હુમલો કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના સરકારી દવાખાના પાછળ ડફેરવાસ માં રહેતા યુવકની પત્ની ને હેરાન કરતા કાકા ના દીકરા ને સમજાવવા જતા કાકા ના દિકરાઓ એ ભેગા મળી યુવકને છરી ધારીયા જેવા હથિયારો વડે હુમલો કરી છાતી ના ભાગે હાથ ના ભાગે તેમજ ગડદાપાટુ નો મારમારી ગંભીર ઇજાઓ કરતા યુવકને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર બાદ પોલીસ મથકે યુવકે કાકા ના દીકરા કાકા સહીત ચાર સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ સરકારી દવાખાના પાછળ આવેલ ડફેરવાસ માં રહેતા હનીફભાઈ જુમ્માભાઈ ડફેર તેમની નજીકમાં રહેતા કાકા દીકરા શેર મહંમદ ડફેર ને કેમ મારી પત્ની ને હેરાન કરે છે તેમ કહી સમજાવવા જતા શેર મહમદ ઉશ્કેરાઈ ગયા હતા. ઘરમાં મુકેલ ધારીયો કાઢી મારવા લાગેલ તેમના ભાઈઓ પણ ભેગા થતા હનીફભાઈ ડફેર ને હાથે ના ભાગોમાં તેમજ છાતીના ભાગોમાં છરી ધારીયા જેવા હથિયારો વડે હુમલો કરી ગડદાપાટુ નો મારમારી ઇજાઓ કરતા સારવાર માટે હિંમતનગર સિવિલ માં લઈ જવાયો હતો જ્યાં સારવાર બાદ હનીફભાઈ ડફેરે શેર મહમ્મદ ઉમરભાઈ ડફેર .તેમજ હયાત નજર મહમદ ડફેર.તેમજ ફિરોઝ નજર મહમદ ડફેર .તેમજ ઉમરભાઈ ઈબ્રાહીમ ભાઈ ડફેર સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પોલીસે ચાર જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!