ભરૂચમાં પોલીસની સઘન કામગીરી : એ, બી અને સી ડિવિઝનમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ
સમીર પટેલ, ભરૂચ
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે. વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. સોમવારે રાત્રે શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી.
એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી.કે.પટેલની હાજરીમાં પીઆઈ વી.યુ.ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ કર્યું હતું. દારૂ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી.
બી ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી એમ.એમ.ગાંગુલી અને પીઆઈ વી.એસ.વણઝારાએ વેજલપુર, બંબાખાના, પીરકાંઠી, કતોપોર બજાર થઈને ફુરજા બંદર સુધી ફૂટ પેટ્રોલિંગ કરી ગુનાહીત ભૂતકાળ ધરાવતા ઈસમોની પણ પુછતાછ કરી હતી.પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.