
તા.૦૬.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પ્રયાગરાજ મહાકુંભ પવૅ માથી દાહોદ આવેલ શ્રી જગદીશદાસજી મહારાજની જિલ્લા કલેકટર સાહેબે શુભેચ્છા મુલાકાત કરી
દાહોદ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મુકામે આસ્થા સંસ્કૃતિ અને સનાતન ગવૅ ના પવિત્ર મહાકુંભ ના પવૅ મા શ્રી રામજી મંદિર દાહોદ તથા રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ સૌના મંગલકારી કલ્યાણ માટે પ્રયાગરાજ ગયા હતા
ડાકોર ઈન્દોર ખાલસા સંલગ્ન ટીલાદ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ચર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી માધવાચાયૅ જી મહારાજ ના આશીર્વાદ અને માગૅદશૅન હેઠળ પ્રયાગરાજ મુકામે ગંગા જમના સરસ્વતી નો સંગમ થાય છે તે સંગમ સ્થાન પર પવિત્ર મહાકુંભ મા અમૃત સ્નાન કરી દાહોદ પરત આવી સૌ પ્રથમ દાહોદ જીલ્લા ના કલેકટર શ્રી યોગેશભાઈ નિરગુડે સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રયાગરાજ મહાકુંભ વિશે માહિતી આપી હતી
આ મહાકુંભ ની યાત્રા મા રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો ડો.નરેશ ચાવડા. અમૃતલાલ પ્રજાપતિ તથા સતિષ સાધુ તથા દાહોદ પંચમહાલ તથા મહીસાગર વિગેરે ના ભકતજનો શ્રધ્ધાળુઓ એ અમૃત સ્નાન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
પ્રયાગરાજ મહાકુંભ મા વિવિધ વિસ્તારોમાંથી પધારેલ શ્રધ્ધાળુઓ ને શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા આપવામાં આવી હતી




