સદારામ શિક્ષણ સમિતિ દ્વારા સનેસડા તૃતીય સન્માન સમારોહ યોજાયો
1 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ સમિતિ દ્વારા તૃતીય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ જેમાંઆજ આજરોજ સદારામ શિક્ષણ સમિતિ સનેસડા દ્વારા આયોજિત તૃતીય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ તેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ સરકારી માધ્યમિક શાળા સનેસડા ના આચાર્યશ્રી કે કે પટેલ સાહેબ (વર્ગ-૨) ઉપસ્થિત રહ્યા હતા તેમજ સદારામ શિક્ષણ સમિતિ ભાભર, સદારામ શિક્ષણ સમિતિ દિયોદર, ગામના આગેવાનો સરપંચ શ્રી ડેલિકેટ સાહેબ શ્રી તેમજ સ્વરૂપજી ઠાકોર ગગાજી ઠાકોર પીરાજી ઠાકોર તથા ગામના યુવા આગેવાન વાઘેલા કાંતિલાલ અને ખેમજીભાઈ વાઘેલા આમંત્રણ ને માન આપી હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ સન્માનિત 55 વિદ્યાર્થીઓ હતા તેમાં બહેનોનું સન્માન 50% કરતાં પણ વધારે હતું. સરકારી ભરતીમાં નવી નિમણૂક પામેલ પાંચ કર્મચારીઓ નું પણ સ્વાગત કરવામાં આવ્યું જેમાં પોલીસમાં, બીએસએફમાં, તેમજ શિક્ષકનું અને 108 એમ્બ્યુલન્સમાં ડોક્ટર તરીકે,આર્મીમાં આમ સદારામ શિક્ષણ સમિતિ દ્વારા આ કર્મચારીઓએ નોકરી મેળવેલ છે. આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને એક બેગ, ટ્રોફી, સન્માન પત્ર, સદારામ બાપુ નો ફોટો, અને બે ચોપડા, અને બોલપેન, આપીને સન્માનિત કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સદારામ શિક્ષણ સમિતિ સનેસડા અને વિદ્યાર્થીઓ લાઇબ્રેરી ના વિદ્યાર્થીઓ અને બાળકોએ ખુબ અથાક મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ આખા કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી વિષ્ણુભાઈ મકવાણા તેમજ વકીલ શ્રી ભરતભાઈ દ્વારા તમામ સ્ટેજનું હેન્ડલ કરવામાં આવેલ તમામ આવેલ મહેમાનો દ્વારા આશીર્વાદ લઈ કાર્યક્રમને લાઇબ્રેરીના સંચાલક અમરતભાઈ.એસ.વાઘેલા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.
⊂
„




