GUJARATSINORVADODARA

સાધલી ગામે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટે લોકોને લાઈનો લાગી.. શું.કારબા તેમજ બોટલોમાં પેટ્રોલ.ડીઝલ આપવું કાયદેસર છે ?


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અફવાના કારણે સ્થાનિક પેટ્રોલ પંપ પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા અને વાહનચાલકોએ ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લગાવી દીધી.
બાઈક ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પેટ્રોલ લેવા માટે પ્લાસ્ટિક ના બોટલો.કારબા માં આવતા હોય છે આમાં બાઇક ફોરવિલ લઈ આવતા લોકો ને પેટ્રોલ ડીઝલ ભરાવવામાં તકલીફ પડતી હોય છે અને લાઈનમાં ઊભુ રહેવાનો વારો આવતો હોય છે..

જેથી કરીને સ્થાનિક તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે અને કારબા તેમજ બોટલોમાં પેટ્રોલ ડીઝલ ભરવાનું બંધ કરાવે …
શું પેટ્રોલ પંપ માલિકો દ્વારા કારબા તેમજ બોટલોમાં પેટ્રોલ ડીઝલ આપવું કાયદેસર છે ? એક પ્રશ્ન લોક ચર્ચા નો વિષય બન્યો છે..

પ્રાથમિક માહિતી મુજબ વાસ્તવમાં ઈંધણની કોઈ મોટી અછત નથી, પરંતુ અફવાને કારણે અચાનક માંગ વધી જતા પરિસ્થિતિ તંગ બની ગઈ છે. આવી સ્થિતિમાં લોકો અનાવશ્યક ભીડ ન કરે અને સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે તે જરૂરી છે.
સ્થાનિક પ્રશાસન પણ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને લોકો અફવાઓથી દૂર રહે …

Back to top button
error: Content is protected !!