બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૧૧/૦૧/૨૦૨૫
નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ તેમજ યુવાનો દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે, તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે.
ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગાળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે ટુ-વ્હિલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે નેત્રંગ પોલીસ તેમજ યુવાનો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યાં હતા. જેનો મોટી સંખ્યામાં અનેક વાહનચાલકોએ લાભ લીધો હતો. આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે.